જન ધન યોજના સંપૂર્ણ માહિતી

હેલો દોસ્તો આજ આપણે પ્રધાનમંત્રી જનધન યોજના વિશે વાત કરીશું જો તમારે પૂરી માહિતી જોઈતી હોય તો ધ્યાનથી આ પોસ્ટની વાંચો મારું નામ છે કલ્પેશ ચૌધરી 

Jan dan yojana




જનધન યોજનાનો ઉદ્દેશ્ય

    
પ્રધાનમંત્રી જન ધન યોજના નાણાકીય સેવાઓ જેમ કે મૂળભૂત બચત અને થાપણ ખાતાઓ નાણાં ક્રેડિટ વીમા પેન્શન ને પોસાય તેવી રીતે સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ માટેની રાષ્ટ્રીય મિશન છે


આ યોજના અંતર્ગત કોઈ બીજું ખાતું ન હોય તેવા વ્યક્તિઓ દ્વારા કોઈ પણ બેંક અથવા તો ગમે  તે બેંકની શાખામાં ઝીરો બેલેન્સ થી ખાતું ખોલાવી શકે છે

યોજના કયારે અને કોણે શરૂ કરી


પ્રધાનમંત્રી જન ધન યોજના ન શરૂઆત 15 august 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી
આ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી

             વીડિયો જોવા માટે અહિયા ક્લિક કરો

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ના લાભો


  • જન ધન યોજના હેઠળ લાભાર્થી સેવિંગ અકાઉન્ટ ખોલાવી શકે છે
  • આ યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતા માં ન્યુનતમ બેલેન્સ જાળવવાની જરૂર નથી
  • પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતાઓ પર પણ બેંક દ્વારા વ્યાજ આપવામાં આવે છે
  • આ યોજના હેઠળ લાભાર્થીઓને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે
  • પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત 200000 (બે લાખ) નું આકસ્મિક વીમા કવર પણ આપવામાં આવે છે પરંતુ જો તમે ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો જ તમે આ સુવિધા મેળવી શકો છો
  • જન ધન યોજના હેઠળ 30000 નું જીવન વીમા કવર પણ પ્રદાન કરવામાં આવે છે
  • પ્રધાનમંત્રી જન ધન ખાતા પર 10,000 નું ઓવરડ્રાફ્ટ (લોન આપવી) સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ આ સુવિધા માટે લાભાર્થીને ખાતા સાથે આધારકાર્ડ લિંક કરવું જોઈએ
  • માં ખાતાનો ઉપયોગ સરકાર દ્વારા કોઈપણ યોજના માટે સીધા લાભો સ્થાનાંતરિતી કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે


પ્રધાનમંત્રી જનધન યોજનાના જરૂરી દસ્તાવેજ


  1. લાભાર્થી નું આધારકાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ/પાનકાર્ડ
  2. રેગ્યુલર મોબાઇલ નંબર
  3. પાસપોર્ટ સાઇઝ ફોટા
  4. રહેઠાણનો પુરાવો જેમકે રેશનકાર્ડ લાઈટબીલ

જન ધન યોજનામાં આવેદન કેવી રીતે કરવું ?


  • જે લાભાર્થી હોય પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ પોતાનું ખાતું ખોલાવવા માંગતા હોય તેઓ તેમની નજીક ની બેંકમાં જવું
  • બેંકમાં ગયા પછી તમારે ત્યાંથી જન ધન ખાતુ ખોલાવવા માટેનું આવેદનપત્ર (અરજી ફોર્મ)લેવાનું રહેશે
  • અરજી ફોર્મ લીધા પછી તમારે અરજી ફોર્મ માં પુછાયેલ બધી માહિતી વિગતવાર ભરવાની રહેશે
  • બધી માહિતી પહેર્યા પછી તમારે તમારા જરૂરી દસ્તાવેજો અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે
  • ભરેલુ અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજ જોડ્યા પછી બેંકના અધિકારીને આપવાનું રહેશે
  • અંદાજિત બે દિવસની અંદર તમારું ખાતું પ્રધાનમંત્રી જન ધન યોજના ની અંદર ખોલી દેવામાં આવશે
  • આ રીતે તમે તમારું ખાતું જન ધન યોજના ની અંદર ખોલાવી શકો છો



જનધન યોજનાને લગતી કોઈપણ માહિતી લેવા માટે નીચે કોમેન્ટ કરો
પોસ્ટ સારી લાગી હોય તો શેર કરવા વિનંતી

Join કરો અમારી youtube ચેનલ :: 



Reactions

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ